તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
સુરેન્દ્રનગર જીલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપ કોંગ્રેસના સુપડાસાફ..
૩૨ પૈકી ૩૧ જિલ્લા પંચાયતની સીટો ભાજપના હાથમાં: માત્ર એક બેઠક કોંગ્રેસના ફાળે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ૫૧ ભાજપના ઉમેદવારોના વિજય ૧ કોંગી મહિલા વિજેતા : ૧૮૦ પૈકી ૧૪૨ તાલુકા પંચાયતની બેઠકો ઉપર ભાજપના વિજયઃ ૨૫ ઉપર કોંગ્રેસ અને ૦૭ બેઠકો પર આમ આદમી પાર્ટીના જીત્યા ૦૬ અપક્ષ ઉમેદવારનો પણ વિજય.. : નગરપાલિકા ચૂંટણીમાં ૨૯ વોર્ડમાં ભાજપને ૧૧૩ જે પૈકી ૧૦૪ ભાજપના હાથમાં અને માત્ર ૦૯ બેઠકો કોંગ્રેસને મળી..

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ તા.ર૯, સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો સફાયો થયો છે. સુરેન્દ્રનગર સ્થાનીક સ્વરાજય સ્વરાજ્યની ચૂંટણીઓ લડી રહ્યા હતા પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાાખીયો જંગ સર્જાયો હતો. ભાજપના ઉમેદવારોની જીત થઈ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા અને નગરપાલિકા તમામ ઉપર ભાજપે સત્તા હાસિલ કરી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી જેમાં ૫૨ જેટલા કેટલા ઉમેદવારો વિજેતા બન્યા છે જે પૈકી ૫૧ ભારતીય જનતા પાર્ટીમાંથી વિજય બન્યા છે અને માત્ર વોર્ડ નંબર આઠમાં એક મહિલા કોંગ્રેસના ઉમેદવાર હતી તેમને જીત હાસિલ કરી છે ત્યારે આ અંગે સુરેન્દ્રનગરની પ્રથમ મહાનગરપાલિકા ભાજપ દ્વારા બનાવવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૩૨ જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ રહી હતી જે પૈકી ૩૧ જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ભાજપની જીત થઈ છે અને કોંગ્રેસને માત્ર એક બેઠક ઉપર ઉમેદવાર વિજેતા બન્યા છે આ ઉના તાલુકા પંચાયતની કુલ ૧૮૦ જેટલી બેઠકો ઉપર ભાજપને ૧૪૨ જેટલી બેઠકો મળી છે અને કોંગ્રેસને માત્ર ૨૫ બેઠકો મળી છે આમ આદમી પાર્ટીને ૦૭ બેઠકો મળી છે અને અપક્ષ પણ ૦૬ જેટલા તાલુકા પંચાયતમાં જીત્યા છે.
પાટડી નગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં છ વોર્ડમાં ૨૪ બેઠકો ઉપર ૨૪ ભાજપના ઉમેદવારો જીત્યા છે આ ઉપરાંત લીંબડી શહેરમાં ૨૮ બેઠકો હતી જેમાં ૨૭ બેઠકો ભાજપના હાથમાં ગઈ છે અને એક બેઠક ઉપર કોંગ્રેસની જીત થઈ છે ચોટીલામાં પણ ૨૪ નગરપાલિકાની બેઠકો ઉપર ૨૦ બેઠકો ભાજપને કબજે કરી છે અને અન્ય ચાર કોંગ્રેસના હાથમાં ગઈ છે ધાંગધ્રા માં પણ ૩૬ નગરપાલિકાની બેઠકો ઉપર ૩૨ જીતી છે અને અન્ય ૦૪ જેટલી બેઠકો કોંગ્રેસના હાથમાં ગઈ છે.
ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે અને ભાજપના ઉમેદવારો જંગી બહુમતી સાથે જીત્યા છે.
વોર્ડ નંબર ૮ માં ભાજપ આપમાંથી સાસુ વહુ ઉભા રહ્યા અને કોંગ્રેસના મહિલા ઉમેદવાર જીતી ગયા..
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર ૮ ની ચૂંટણી રસપ્રદ રહી છે જેમાં વોર્ડ નંબર ૮ માં સાસુ અને વહુ એક સાથે ચૂંટણી લડ્યા હતા. આમ આદમી પાર્ટી અને ભાજપ દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી હતી અને બંને આ ચૂંટણીમાં સાસુ અને વહુ બંનેની હાર થઈ છે અને કોંગ્રેસના ઉમેદવાર જીતી ગયા છે જેમાં સોનલબા જયદીપસિંહ ઝાલા ની જીત થઈ છે જેમાં એક માત્ર કોંગ્રેસના ઉમેદવાર આ વોર્ડમાંથી જીત્યા છે સાસુ વહુની લડાઈમાં અન્ય કોંગ્રેસના મહિલા ઉમેદવારને સીધો ફાયદો થયો છે અને તે જીતી ગયા છે
વોર્ડ નંબર ૮ ના કોંગ્રેસના અન્ય એક ઉમેદવાર માત્ર ત્રણ મતથી હાર્યા
વોર્ડ નંબર આઠની રસા કસી ખૂબ અત્યંત રહી હતી ત્યારે અનુસૂચિત બેઠક ઉપરથી અમિતકુમાર ચમનલાલ દુલેરા અને ગજાનન વિરજીભાઈ ચૌહાણ ચૂંટણી લડી રહ્યા હતા તે દરમિયાન ગજાનંદભાઈ ચૌહાણની ત્રણ મતથી જીત થઈ હતી અને અમિતકુમાર ચમનલાલ ત્રણ મત થી હારી ગયા હતા ત્યારે આ અંગે ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી છે અને રીકાઉન્ટિંગ કરવા અંગેની માંગ કરવામાં આવી છે.
રાજુ કરપડા ૨૫૩૩ મતથી જીત્યા
આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવ્યા બાદ રાજુ કરપડાને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી અને ત્યારબાદ મુળી બે જિલ્લા પંચાયતની સીટ ઉપરથી રાજુ કરપડા પોતે જિલ્લા પંચાયતની બેઠક લડ્યા હતા મતગણતરી શરૂ થઈ ત્યારે અફવા સોશિયલ મીડિયામાં ઉડી હતી કે રાજુ કરપડા હારી ગયા છે પરંતુ ત્યારબાદ મત ગણતરી શરૂ કરવામાં આવી હતી અને મતગણતરી બાદ ૨૫૩૩ મતથી રાજુ કરપડા જીત્યા છે.
પાટડીમાં નેતાઓ વચ્ચે
મારામારીની ઘટના
પાટડી નગરપાલિકાની ચૂંટણીમાં મતગણતરી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી સહિતના આગેવાનો પણ દોડી આવ્યા હતા અને બે ડીવાયએસપી સહિતનો કાફલો પણ દોડી આવ્યો હતો પાટડી નગરપાલિકામાં ભાજપ સ્પષ્ટ બહુમતી સાથે જીતી છે એક પણ બેઠક કોંગ્રેસને નથી આવી ત્યારે ઉમેદવારો વચ્ચે બોલાચાલી થયા બાદ મારા મારી જેવી ઘટના બની હતી અને ત્યારબાદ પોલીસ અને અધિકારીઓ દ્વારા મામલો શાંત પાડવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગરની નગરપાલિકાની આંકડાકીય પરિણામની વિગતો
નગરપાલિકા સીટ ભાજપ કૉંગ્રેસ
પાટડી. ૨૪ ૨૪ ૦૦
લીંબડી. ૨૮ ૨૭ ૦૧
સુરેન્દ્રનગર તાલુકા પંચાયતની પરિણામ ની આંકડાકીય માહિતી.
તાલુકા પંચાયતનું નામ. તાલુકા પંચાયત ભાજપ કોંગ્રેસ
પાટડી ગ્રામ્ય. ૨૨ ૧૭ ૦૫
લખતર. ૧૬ ૧૧ ૦૫
લીંબડી. ૧૮ ૧૫ ૦૩
ચુડા. ૧૬ ૧૩ ૦૨
સાયલા. ૨૦ ૧૬ ૦૧
વઢવાણ. ૧૬ ૧૪ ૦૧
થાનગઢ. ૧૬ ૧૨ ૦૧
મૂળી. ૧૮ ૧૪ ૦૩
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની પરિણામની આંકડાકીય માહિતી નીચે મુજબ છે.
તાલુકા પંચાયતનું નામ. જિલ્લાપંચાયત ભાજપ કૉંગ્રેસ
પાટડી ગ્રામ્ય. ૦૫ ૦૫ ૦૦
લખતર. ૦૨ ૦૨ ૦૦
લીંબડી. ૦૪ ૦૩ ૦૧
ચુડા. ૦૩ ૦૩ ૦૦
સાયલા. ૦૪ ૦૪ ૦૦
વઢવાણ. ૦૩ ૦૩ ૦૦
થાનગઢ. ૦૧ ૦૧ ૦૦
મૂળી. ૦૩ ૦૩ ૦૦
ધાંગધ્રા. ૦૪ ૦૪ ૦૦
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
