તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
વિસાવદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો
જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયાનાં ધર્મપત્ની કૈલાસબેન સરસઈની બેઠક પર ઝંપલાવ્યું

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ વિધિવત ઉમેદવારીપત્રો ભરી દીધા છે.
જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયાનાં ધર્મપત્ની કૈલાસબેન સરસઈની બેઠક પર ઝંપલાવ્યું છે.
વિસાવદર તાલુકાનાં જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવારોની વિગતો આ પ્રમાણે છે. (૧) સરસઈ : કૈલાશબેન હરેશભાઈ સાવલિયા (૨) કાલસારી : રાજેશભાઈ કાનજીભાઈ પાટડીયા (૩) મોટી મોણપરી : જયસુખભાઈ ભાયાભાઈ પાઘડાળનો સમાવેશ થાય છે.
જ્યારે વિસાવદર તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના સત્તાવાર ઉમેદવારોની વિગતો આ પ્રમાણે છે. (૧) નાની મોણપરી : દિનેશભાઈ અરજણભાઈ રામોલીયા (૨) બરડિયા : નૈનાબેન મનીષભાઈ વઘાસીયા (૩) લીમધ્રા : જાગૃતિબેન મનીષભાઇ ઝાલાવડિયા (૪) પ્રેમપરા : વિજયાબેન ગોપાલભાઈ રૈયાણી (૫) સરસઈ : ગોપાલભાઈ બચુભાઈ સાવલિયા (૬) મોણીયા : મંજુલાબેન મનસુખભાઈ રાઠોડ (૭) ખંભાળિયા : ભનુભાઈ ઉકાભાઈ ઝીઝુંવાડીયા (૮) ઢેબર : મુક્તાબેન વ્રજલાલ સુખડીયા (૯) નાના કોટડા : અરુણાબેન ચંદ્રકાંતભાઈ રફાળીયા (૧૦) મોટા કોટડા : સવાઈગર લાલગરભાઈ મેઘનાથી (૧૧) કાલસારી : કાજલબેન મનુભાઈ અમીપરા (૧૨) જેતલવડ : ગુલાબબેન હરદેવભાઈ વિકમા (૧૩) મોટા ભલગામ : રૂપાલીબેન કિશોરભાઈ ઉમરેટીયા (૧૪) શોભાવડલા : હસમુખભાઈ જીવરાજભાઈ બરવાળીયા (૧૫) ભૂતડી : શારદાબેન રતિલાલ માંગરોળીયા (૧૬) વેકરીયા : માનસીબેન ભદ્રેશભાઈ બાબરીયા (૧૭) કાલાવડ : ઇન્દુબેન ધીરુભાઈ ટાંક (૧૮) મોટી મોણપરી :ધર્મેશ હરેશભાઈ કાનાણીનો સમાવેશ થાય છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
