<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

અમરેલીના જાફરાબાદના કડિયાળી ગામમાં પ્રેમસંબંધના વિવાદમાં યુવકની ઘાતકી હત્યા

રાજેશ બાંભણિયા જ્યારે પોતાની પ્રેમિકાને મળવા ગયો ત્યારે યુવતીના પિતા સહિતના પરિવારજનોએ તેના પર જીવલેણ હુમલો કર્યો

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં પ્રેમસંબંધના વિવાદમાં એક યુવકની ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. રાજેશ બાંભણિયા નામનો યુવક જ્યારે પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો, ત્યારે યુવતીના પિતા સહિતના પરિવારજનોએ તેના પર જીવલેણ હુમલો કરી દીધો હતો. ગંભીર ઈજાઓ થવાના કારણે યુવકનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ મૃતકની લાશને પીએમ અર્થે જાફરાબાદ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમોએ ફરાર આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(1:13 AM IST)