<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

કેશોદમાં મહિલા સાથે મૈત્રી કરાર કરનાર યુવક પર ખૂની હુમલો

૨ શખ્‍સોએ છરી, પાઇપ ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૪: કેશોદના પીપલીયાનગર વિસ્‍તારમાં અક્ષરધામ સોસાયટીમાં રહેતા સાગર નીતિન પીપલીયાએ ત્રણેક માસ પહેલા મુળ ઉત્તરપ્રદેશના અને હાલ કેશોદના નહેરૂનગર વિસ્‍તારમાં રહેતા રવિ દિગ્‍વિજય કુશવાહાની પત્‍ની સાથે મૈત્રી કરાર કર્યો હતા.

આ બાબતના મનદુઃખના કારણે રવિ કુશવાહા અને રમેશ હરીચરણ કુશવાહાએ સાગરના ઘર પાસે જઈ છરી તથા પાઈપ વડે ખૂની હુમલો કર્યો હતો. જેમાં સાગરને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

આ અંગે સાગર પીપલીયાએ ફરિયાદ કરતા કેશોદ પોલીસે રવિ તથા રમેશ કુશવાહા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(11:04 AM IST)