<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ભાવનગરમાં પ્રભુદાસ તળાવ અને જૂના બંબાખાના નજીક એક યુવક પર ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો

સ્થાનિકો દ્વારા ૧૦૮ ને જાણ કરાતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ પ્રભુદાસ તળાવ અને જૂના બંબાખાના નજીક એક યુવક પર ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. હુમલા પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી અને ઈજાગ્રસ્ત યુવકે પણ પોતાના પર થયેલા આ હુમલા અંગે અજ્ઞાનતા દર્શાવી છે. 

  ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકો દ્વારા ૧૦૮ ને જાણ કરાતાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે હોસ્પિટલ ચોકી ખાતે પ્રાથમિક નોંધ કરી પોલીસે હુમલો કરીને ફરાર થઈ ગયેલા ત્રણેય હુમલાખોરોને ઝડપી પાડવા અને હુમલાનું કારણ સ્પષ્ટ કરવા કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:02 PM IST)