તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
ધોરાજીના જુનાગઢ રોડ પર મોટરસાયકલ ઓવરટેક કરવાના ઝઘડામાં યુવાનને માર મારતા મોત...? : ધોરાજીના યુવકની હત્યા કરી નાખવામાં આવી હોવા નો મૃતકના ભાઈનો આક્ષેપ : જુઓ વિડિયો
લાશને ફોરેન્સિક લેબોરેટરીમાં પીએમ કરવા માટે રાજકોટ લઈ જવામાં આવી : યુવાનની હત્યા કરનારાને તાત્કાલિક પોલીસ ઝડપી લે તહેવારો પર કાયદો વ્યવસ્થા બગડે નહીં તે માટે કાર્યવાહી કરે : યોગેશભાઈ ભાષાની માગણી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૩ :ધોરાજીના જુનાગઢ રોડ પર મોટરસાયકલ ઓવરટેક કરવાના ઝઘડામાં યુવાનને માર મારતા મોત થયાની વાત ફેલાઈ ગઈ છે.ધોરાજીથી જૂનાગઢ તરફ બાઇક લઈને જતા સમયે બાઇક ઓવરટેક કર્યા બાદ કોઈ અજાણ્યા ઇસમો એ યુવક ને ઢોર માર માર્યો હોવાનું યુવકના ભાઈએ આક્ષેપ કર્યો હતો.
ધોરાજીના બહારપુરા વિસ્તાર ખાતે રહેતા જયેશ વિંઝુડા નામ ના યુવક ને ગાડી ઓવર ટેક કર્યા બાબત માં અજાણ્યા શખ્સોએ ઢોર માર માર્યો હતો આ સમયે ઘટના સ્થળે છે જયેશ વિંઝુડા નામ ના યુવક ને માથા માં ઇજાઓ થતાં મૃત્યુ થયું હોવાનું મૃતક ના ભાઈ એ જણાવ્યું હતું
બાઇક પર સવાર રાજ વિંઝુડા ને પણ કોઈ અજાણ્યા બાઇક સવાર એ માર માર્યો હોવા નું જણાવ્યું હતું
બનાવ જૂનાગઢ જિલા પોલીસ ની હદ માં આવતો હોય જૂનાગઢ તાલુકા પોલીસ ને બનાવ અંગે જાણ કરાઈ છે
ધોરાજી પોલીસ એ મૃતક ના મુતદેહ નો કબજો લઈ ને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે જસેડવામાં આવેલ જ્યાં તબીબો એ રાજકોટ ફોરેન્સિક પી એમ અર્થે રાજકોટ લઈ જવા નું જણાવતા ધોરાજી થી રાજકોટ લઈ જવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી
ઉપરોક્ત બનાવવા અંગે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે મૃતક ના ભાઈ રાજ વિંઝુડા એ જણાવેલ કે અમે બંને ભાઈઓ મોટરસાયકલ દ્વારા સાથે જતા હતા ત્યારે અચાનક ધોરાજી જુનાગઢ રોડ તોરણીયા પાટીયા નજીક ઓવરટેક બાઇકને કરવા જતા અજાણ્યા વાહન ચાલક એ મારા ભાઈ જયેશને માથાના ભાગે મુંઢ માર મારીને ગંભીર ઈજા પહોંચાડતા ઘટના સ્થળે જ મૃત થયેલા છે જે બાબતે મારે ન્યાય જોઈએ છે પોલીસ અમને ન્યાય આપે તેવું જણાવેલું હતું
આ સમયે ધોરાજી દલિત સમાજના આગેવાન યોગેશભાઈ ભાષા એ જણાવેલ કે ધોરાજીના દલિત યુવાનની માર મારીને સામાન્ય બાબતમાં ગંભીર ઈજા પહોંચાડીને યુવાનનુ મોત થયેલ છે જે બાબતે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે,યુવાન ના હત્યારા ને તાત્કાલિક પોલીસ ઝડપી લે તહેવારો પર કાયદો વ્યવસ્થા બગડે નહીં તે માટે કાર્યવાહી કરે. તેવું જણાવેલું હતું
ઉપરોક્ત બનાવ બનતા ધોરાજી તાલુકા પોલીસે ઘટના સ્થળે જઈને પોલીસ પેટ્રોલિંગ હાથ કર્યું હતું અને તાત્કાલિક જુનાગઢ તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
