News of Thursday, 26th November 2026
અમરેલીના જાફરાબાદમાં દરિયાકાંઠા નજીક યુવક પર સિંહે કર્યો હુમલો:યુવક લોહીલુહાણ થતાં હોસ્પિટલમાં ખસેડાયો
સિંહનું લોકેશન મેળવવા માટે સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું :વન વિભાગે અલગ-અલગ ટીમો બનાવી સિંહને પકડવા કવાયત હાથ ધરી

અમરેલીના જાફરાબાદમાં દરિયાકાંઠા નજીક યુવક પર સિંહે હુમલો કરતા ચકચાર મચી છે. કોબલીની વાવ વિસ્તારમાં યુવક પશુઓને ચરાવવા લઈ જઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક સિંહે હુમલો કર્યો હતો. સિંહના હુમલામાં યુવક લોહીલુહાણ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમો દોડતી થઈ હતી. સિંહનું લોકેશન મેળવવા માટે સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું છે. DCF દ્વારા સિંહને તાત્કાલિક પકડવાનો આદેશ આપવામાં આવ્યો છે. વન વિભાગે અલગ-અલગ ટીમો બનાવી સિંહને પકડવા કવાયત હાથ ધરી છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
