<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

સાવરકુંડલાના જુના સાવરમાં પાણીમાં ફસાયેલ યુવકનો બચાવ

નગર સેવક નાસિર ચૌહાણનું માનવતાવાદી કાર્ય

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૭: બે દિવસ પહેલા ભારે અને અતિ ભારે વરસાદ વરસવા થી ઉના ગામ ના રહીશનો રીઝવાન ભાઈ રફિકભાઈ મન્‍સૂરી રવિવારના રોજ ઉનાથી જામનગર કાર ટોઈંગ કરી જતા હતા ત્‍યારે સાવરકુંડલા તાલુકાના જુનાસવર ગામે ભારે વરસાદ વરસી રહ્યો હતો ઉનાનો રીઝવાન ભાઈ રફિકભાઈ મન્‍સૂરી ની કાર અને ક્રેન પાણી માં તણાઈ જતા આ યુવાને જીવ બચાવવા કાર પર ચડી ગયો હતો અને મોત ભાણી ગયેલ યુવાન પોતાનો જીવ બચાવવા માટે બૂમો પાડવા લાગ્‍યો હતો અને આ યુવાન સતત ૫ કલાક સુધી કાર ઉપર બેઠી ને કાઢી હતી  તે દરમ્‍યાન સેવા ભાવિ આગેવાનો નગર પાલિકા ના નગર સેવક નાસિર ચોહાણ અને તેમની ટીમ તથા ધારાસભ્‍ય સ્‍થળ જુનાસવર ગામે દોડી ગયા હતા  અને રાત્રિ ના ૮ વાગ્‍યા નો આ યુવાન પાણી ફસાયેલ હતો તેને રાત્રે ના ૧ વાગ્‍યા એ રેસ્‍કયુ કરી સત્તત ૫ કલાક ની ભારે જહેમત બાદ યુવાન ને સહી સલામત રીતે બચાવ કરી બહાર કાઢવા માં આવેલ હતો નાસિર ચૌહાણે પોતાના જીવ ને જોખમ માં મૂકી હિંમત રાખી ફાયર સ્‍ટાફ ને હિંમત આપી પોતે પેલા. પાણી માં ઉતરતા એક કિલો મીટર સુધી કેડ કેડ સુધા પાણી સાહસ કરી ઉના ના યુવાન રીઝવાન મન્‍સૂરી  ઉં. વ.૨૧.માટે ભારે જહેમત ઉઠાવી માનવતા નું મહાઉદાહરણ પૂરું પાડેલ હતું 

   નથી કરવું કામ તેને રસ્‍તો જડતો નથી અડગ મગજ ના માનવી ને હિમાલય પણ નડતો નથી તેવું સાવરકુંડલા ના નગર પાલિકા ના નિડર નિષ્ઠાવાન અને સાચા લોક સેવક નાસિર ચોહને તે સાબિત કરી બતાવી એક યુવાન નો આબાદ બચાવ કરવા માં જે મહેનત ઉઠાવી છે તે ખરે ખર ધન્‍યવાદ ને પત્ર છે ખૂબ ખૂબ અભિનદન છે આવી માનવતાવાદી કામગીરી કરનારને આ બનાવ ના સ્‍થળ ઉપર સાવરકુંડલા લીલીયા વિસ્‍તાર ના ધારાસભ્‍ય મહેશભાઈ કસવાળા નાસિર ચોહાણ દિઝાસ્‍ટ મેનેજમેન્‍ટ ટી.ડી ઓ રફિકભાઈ જાદવ મામલતદાર .પોલીસ ફાયર સ્‍ટાફ તેમજ એસ ટી ડ્રાઈવર સેંજદ કુરેશી ઈમ્‍તિયાઝ કુરેશી મોહસીન ધાનાણી રવિભાઈ જેબલિયા અજીતભાઈ ખુમાણ.કૌશિકભાઈ ગોર. જુનાસવર ના સંજયભાઈ ઘટના સ્‍થળે જઈ ને એક માનવ જિંદગી બચાવવાની કામગિરિમા  જહેમત ઉઠાવી હતી.

(1:20 PM IST)