<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

અમરેલીના સાવરકુંડલામાં ઈન્સ્ટાગ્રામ પર યુવતીને મેસેજ કરવા જેવી બાબતે યુવક પર છરી વડે જીવલેણ હુમલો: બે આરોપી રાઉન્ડઅપ

જેસર રોડ પર થયેલા આ હુમલામાં યુવકની છાતી અને પીઠના ભાગે છરીના ઘા ઝીકાયા :યુવતીને અગાઉથી ફોલો કરતા આરોપીઓ સાથે થયેલા મનદુઃખને કારણે હુમલો કરાયો

અમરેલીના સાવરકુંડલામાં ઈન્સ્ટાગ્રામ પર યુવતીને મેસેજ કરવા જેવી બાબતને લઈને યુવક પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેસર રોડ પર થયેલા આ હુમલામાં યુવકની છાતી અને પીઠના ભાગે છરીના ઘા ઝીંકવામાં આવ્યા હતા. યુવતીને અગાઉથી ફોલો કરતા આરોપીઓ સાથે થયેલા મનદુઃખને કારણે હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઘવાયેલા યુવકને પ્રથમ અમરેલી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ મામલે બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને આરોપીઓને રાઉન્ડઅપ કરી વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.

(11:00 AM IST)