<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

જેતપુરમાં દરજી સોસાયટીમાં યુવાને પંખે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરેશ પરમાર નામના યુવાને પોતાના ઘરે પંખા સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેનું કરુણ મોત

જેતપુરના દરજી સોસાયટી વિસ્તારમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં એક યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 

 મળતી વિગતો મુજબ, સુરેશ પરમાર નામના યુવાને પોતાના ઘરે પંખા સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ જેતપુર ઉદ્યોગનગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને નીચે ઉતારી જરૂરી પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ જાણી શકાયું નથી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:56 AM IST)