<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ગોંડલના પીપળીયામાં પેટમાં દુઃખાવો ઉપડયા બાદ યુવાનનું મોત થયું

મુળ આસામના ૨૨ વર્ષના બુધ્‍ધીરામ સોરેનએ રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડયો

 

રાજકોટ તા. ૧૭: ગોંડલમાં પીપળીયા ગામે બ્‍લુ સ્‍ટાર કંપની પાસે રહેતો અને ફેક્‍ટરીમાં નોકરી કરતો બુધ્‍ધીરામ કાલીદાસભાઇ સોરેન (ઉ.વ.૨૨) ગઇકાલે ઘરે હતો ત્‍યારે પેટમાં દુઃખાવો ઉપડયા બાદ તબિયત બગડતાં ગોંડલ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે શાપર પોલીસને કરી હતી. બુધ્‍ધીરામ ત્રણ ભાઇમાં વચેટ હતો. તેના પરિવારજનો આસામ રહે છે. સાથી કર્મચારીના કહેવા મુજબ અચાનક બુધ્‍ધીરામને પેટમાં દુઃખાવો ઉપડયા બાદ તબિયત બગડી હતી અને બાદમાં મૃત્‍યુ થયું હતું. ગોંડલ તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મોતનું કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

(11:11 AM IST)