<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત.

અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કારખાનાની અંદર યુવાન લાદી ઉપાડવાનું કામ કરતો હતો ત્યારે તેને ચક્કર આવતા યુવાન પડી ગયો હતો જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ નજીક આવેલા સિરામિકના કારખાનામાં લાદી ઉપાડવાનું કામ કરતા સમયે ભીમાભાઇ હેમરાજભાઈ (21) નામના યુવાનને ચક્કર આવતા તે પડી ગયો હતો અને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

(1:17 AM IST)