તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
જૂનાગઢના કનાજાડી ગામ નજીક બાઇક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માતમા યુવકનું મોત થયા બાદ રોષે ભરાયેલા ટોળાએ ડમ્પરમાં આગ ચાંપી
આક્રોશિત લોકોએ ડમ્પર સળગાવી દીધું : પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી : કનાજાડી વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો

જૂનાગઢ તા.૨૫: કનાજાડી ગામ નજીક શનિવારે બાઇક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માતની ઘટનાથી આસપાસના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ ઘટનાસ્થળે દોડી આવી ડમ્પર ચાલકને ઝડપી લીધો હતો અને માર માર્યો હતો. બાદમાં ઉશ્કેરાયેલા લોકોએ ડમ્પરમાં આગ ચાંપી દીધી હતી. ગણતરીની મિનિટોમાં આખું ડમ્પર આગની લપેટમાં આવી ગયું હતું.
ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને પગલે કનાજાડી વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
