<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ધ્રોલના યુવાને હિમાચલ પ્રદેશના હજારો મીટર ઉંચાઈ પર આવેલ આધાર શિખર પર ભારતનો ધ્‍વજ ફરકાવ્‍યો

૧૪ હજારની ઉંચાઈ પર આવેલ શિખરને એક જ દિવસમાં પાર કર્યોઃ ગુજરાતના ૭૦ યુવાનોમાંથી માત્ર ૧૬ યુવાનોએ લક્ષ્ય હાસંલ કર્યુઃ ધ્રોલના યુવાને ડેક સંચાલક સાથે ભારતનો પરચમ લહેરાવ્‍યો

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૯: ગુજરાતમાંથી દર વર્ષે સુરતની ખાનગી એજન્‍સી ધ્‍વારા હિમાચલ પ્રદેશ વિસ્‍તારમાં શિખર ટેકનું આયોજન કરેલ છે, જેમા ગુજરાત સહીતના રાજયનો યુવાનો/યુવતીઓ ભાગ લેતા હોય છે, આ વર્ષે એજન્‍સી દ્વારા હિમાચલ પ્રદેશના મનાલી ખાતે ઉચાઈ પર આવેલ ‘ભળગુ' લેક જે ૪૩૦૦ મીટરની ઉંચાઈ પર આવેલ છે, ગુલાબા/મનાલી ખાતે આવેલ  ‘આધાર શિખર' શિબીરનું આયોજન કરવામાં આવેલ હતુ જેમા ધ્રોલના યુવાન દીનેશ અરજણભાઈ ચાવડા નામના યુવાને સર્વોતમ ઉચ્‍ચાઈ પર આવેલ શિખરની ટોચ એક જ દિવસમાં પુર્ણ કરીને ભારતનો ધ્‍વજ ફરકાવીને આ સિધ્‍ધી હાસંલ કરી છે.

મળતી વિગત મુજબ, સુરતની એક ખાનગી એજન્‍સી દ્વારા દર વર્ષની જેમા આ વર્ષે પણ હિમાચલ પ્રદેશના મનાલી ખાતે આવેલ આધાર શિખર નામની પહોડી ટોચ પર જવા માટે ટેક શીબીરનું આયોજન કરવામાં આવેલ હતુ જેમા ૭૦ યુવાન/યુવતીઓ જોડાયા હતા અને આ શીબીર મે જુન માસમાં આયોજન કરવામાં આવે છે ત્‍યારે આ શિબીરમાં ધ્રોલના યુવાન દીનેશ અરજણભાઈ ચાવડા પણ ભાગ લીધો હતો આ આધાર શીખર પર પહોંચવા માટે ૩ થી ૪ દિવસનો સમય લાગે છે પરંતુ દીનશે ચાવડા સહીતના ૧૬ યુવાનો એકજ દિવસમાં ૧૪૫૦૦ મીટરની ઉચાઈ પર આવેલ શિખરને સર કરીને આ શિખર ઉપર એજન્‍સીના સંચાલક નિલમબેન જીયાણી સાથે ‘ભારત'નો ધ્‍વજ ફરકાવીને આ સિધ્‍ધી હાસંલ કરવાનો ધ્રોલના યુવાને રેકર્ડ સિધ્‍ધ કરતા મિત્ર વર્તુળમાં આનંદ સાથે અભિનંદન પાઠવી રહયા છે.

(1:16 PM IST)