<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

જૂનાગઢના માણાવદરના નાનડીયા ગામે વ્યાજખોરના આતંકથી યુવકે આપઘાત કર્યો

ખેતીકામ માટે મૃતકે રૂ. 6 લાખ વ્યાજે લીધા હતા અને વ્યાજ ચૂકવ્યા હોવા છતાં પણ આરોપીઓ દ્વારા તેમના ખેતરના દસ્તાવેજ પડાવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ

જૂનાગઢ જિલ્લામાં માણાવદર તાલુકાના નાનડીયા ગામે વ્યાજખોરના આતંકથી યુવકે આપઘાત કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. ખેતીકામ માટે મૃતકે રૂ. 6 લાખ વ્યાજે લીધા હતા અને વ્યાજ ચૂકવ્યા હોવા છતાં પણ આરોપીઓ દ્વારા તેમના ખેતરના દસ્તાવેજ પડાવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

 ચેક રિટર્ન થયાનું બહાનું આપી આરોપીઓએ મૃતક સાથે ગાળો ગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ પરિવારજનોએ આરોપ કર્યો છે. સતત માનસિક તણાવથી કંટાળી યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. ઘટનાને પગલે મૃતકના પિતાએ ચાર આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

(6:33 PM IST)