<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ચાવંડમાં યુવાનનું ઝેરી દવા પી જતા, રાજુલામાં યુવાન અને મોટા માચીયાળામાં પ્રૌઢનું ગળાફાંસો ખાઈ જતા મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૧૫: અમરેલી જીલ્લામાં દિનપ્રતિદિન અપમળત્‍યુંના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહયો છે. ત્‍યારે જીલ્લામાં વધુ ત્રણ અપમળત્‍યુંના બનાવો પોલીસ મથકમાં જાહેર થયા હતા. જેમાં ચાવંડમાં યુવાનનું ઝેરી દવા પી જતા, રાજુલામાં યુવાનનું ગળાફાંસો ખાઈ જતા, મોટા માચીયાળામાં પ્રૌઢનું ગળાફાંસો ખાઈ જતા મોત નિપજયું હતું.

લાઠી તાલુકાના ચાવંડ ગામે રહેતા હરેશભાઈ ગોવિંદભાઈ ડેર ઉ.વ.૩૫ ના લગ્ન થયેલ ન હોય. અને ઘરમાં કમાનાર પોતે એકલા જ હોય. હાલ કોઈ કામકાજ મળતું ન હોવાથી પોતાને મનમાં લાગી આવતા અનાજમાં નાખવાના ટીકડા ખાઈ જતા મોત નિપજયાનું ભુપતભાઈ લખમણભાઈ ડેરે લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં રાજુલા શિક્ષક સોસાયટી છતડીયા રોડ ઉપર રહેતા હર્ષ ચંદ્રકાંતભાઈ ડાભી ઉ.વ.૩૧ કોઈ અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાઈ જતા મોત નિપજયાનું પિતા ચંદ્રકાંતભાઈ દયાળભાઈ ડાભીએ રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. ત્રીજા બનાવમાં અમરેલી તાલુકાના મોટા માચીયાળા ગામે વશરામભાઈ ગોરાભાઈ ચાવડા ઉ.વ.૫૬ ને શરીરમાં નબળાઈ રહેતી હોય.અને કોઈ કામધંધો કરી શકતા ન હોય. જેથી ગળાફાંસો ખાઈ જતા મોત નિપજયાનું પુત્ર જગદીશભાઈ વશરામભાઈ ચાવડાએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

હરસુરપુર દેવળીયા અને નાના આંકડીયામાં યુવિતઓ ગુમ

લાઠી તાલુકાના હરસુરપુર દેવળીયા ગામે રહેતી યુવિત તા. ૧૨-૫ ના બપોરના સમયે ઘરેથી ગામમાં ગોલા ખાવા માટે જવાનું કહી કોઈને કાંઈપણ કહયા વગર જતી રહી ગુમ થયાનું યુવતિના પિતાએ લાઠી પોલીસ મથકમાં જાહેર કરેલ છે. બીજા બનાવમાં અમરેલી તાલુકાના નાના આંકડીયા ગામે રહેતી યુવતિ ઘરેથી બ્‍યુટીપાર્લરના કામે જાઉ છું. તેમ કહી કયાંક જતી રહી ગુમ થયાનું યુવિતના ભાઈએ અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે. 

 

(2:16 PM IST)