તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th May 2026
જામનગરમાં નિલગિરિના ઝાડ પર ચડી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ, 108ની મદદથી બચાવાયો
પત્ની સાથે બોલાચાલી બાદ નશાની હાલતમાં ગળાફાંસો ખાવાનો પ્રયાસ, સમયસર સારવાર મળતા જીવ બચ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 5 : જામનગર શહેરમાં પ્રદર્શન મેદાન સામે આવેલ નિલગિરિના ઝાડ પર ચડી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક લોકો અને 108ની તાત્કાલિક કામગીરીને કારણે યુવકનો જીવ બચી ગયો છે.
મળતી માહિતી મુજબ સાત રસ્તા પાસે ઝૂંપડામાં રહેતા શંકર ડાભી (ઉ.વ. 42) એ ગઈકાલે બપોરે પત્ની રામપિયારી સાથે થયેલી બોલાચાલી બાદ નશાની હાલતમાં નિલગિરિના ઝાડ પર ચડી ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. યુવક ઝાડ પર લટકતો જોવા મળતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને તેને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી.
જાણ થતાં જ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી શંકર ડાભીને સલામત રીતે નીચે ઉતારી સારવાર અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ તે બેભાન હાલતમાં સારવાર હેઠળ છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
