તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
દેરાડાથી અયોધ્યા સુધી ૨૮૪૧ કિ.મી.ની અદભૂત પદયાત્રા પૂર્ણ
ઉપસરપંચ જેન્તિલાલ ભીંસડિયાનું વાંકાનેરમાં ભવ્ય સન્માન : ‘૨૮ દિવસ સુધી સતત ચાલી શ્રી રામલલ્લાના દર્શનનો દિવ્ય લાભ મેળવ્યોઃ ધારાસભ્ય સોમાણીને આશીર્વાદરૂપ ફોટો અર્પણ'

(નિલેશ ચંદારાણા દ્વારા)વાંકાનેર, તા.૨૭: તાલુકાના દેરાડા ગામના ઉપસરપંચ જેન્તિલાલ ગણેશભાઈ ભીંસડિયાએ અડગ શ્રદ્ધા, અવિચળ સંકલ્પ અને ભગવાન શ્રીરામ પ્રત્યેની અખંડ ભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
તેમણે દેરાડાથી અયોધ્યા સુધીની આશરે ૨૮૪૧ કિલોમીટરની પદયાત્રા માત્ર ૨૮ દિવસમાં પૂર્ણ કરીને ભગવાન શ્રી રામલલ્લાના પવિત્ર દર્શનનો લાભ મેળવ્યો હતો.અયોધ્યામાં શ્રી રામલલ્લાના દર્શન કર્યા બાદ તેઓ આજે વતન પરત ફર્યા હતા. આ પ્રસંગે તેમણે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને ભગવાન શ્રીરામનો પવિત્ર ફોટો આશીર્વાદરૂપે અર્પણ કર્યો હતો.
આ અવસરે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જેન્તિલાલ ગણેશભાઈ ભીંસડિયાનું શાલ ઓઢાડી સન્માન કર્યું ૨૮૪૧ કિલોમીટરનું લાંબું અંતર પગપાળા કાપવું માત્ર શારીરિક શક્તિનો જ નહીં, પરંતુ માનસિક ધૈર્ય, આત્મવિશ્વાસ અને અખંડ શ્રદ્ધાનો પણ ઉત્તમ દાખલો છે. જેન્તિલાલ ભીંસડિયાની આ પદયાત્રા દેરાડા ગામ સહિત સમગ્ર વાંકાનેર તાલુકા માટે ગૌરવની ક્ષણ બની છે.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
