<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ગોંડલના શ્રી ભુવનેશ્વરી માતાજી મંદિરના દર્શને ‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા'ની ટીમઃ માતાજીની આરતી ઉતારી

તન્‍મય વેકરિયા ઉર્ફે બાઘા, ડો.હાથી ફેમ નિર્મલ સોની, ગોલી ફેમ કુશ શાહ સહિતના કલાકારો રહ્યા ઉપસ્‍થિતઃ સેલિબ્રિટી હેર સ્‍ટાઇલિસ્‍ટ વિરેન બગથરિયા પણ જોડાયા

ગોંડલ, તા.૨: લોકપ્રિય ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍મા'ના કલાકારોની ટીમ આજે ગોંડલ સ્‍થિત પ્રસિદ્ધ શ્રી ભુવનેશ્વરી માતાજી મંદિરે દર્શનાર્થે પહોંચી હતી. તન્‍મય વેકરિયા ઉર્ફે બાઘા,ડો.હાથી ફેમ નિર્મલ સોની, ગોલી ફેમ કુશ શાહ સહિતના કલાકારો  ઉપસ્‍થિત રહયા હતા.સેલિબ્રિટી હેર સ્‍ટાઇલિસ્‍ટ વિરેન બગથરિયા પણ જોડાયા હતા બધા કલાકારોએ મંદિરમાં માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરી, આરતીમાં ફૂલ ચડાવ્‍યા અને માતાજીના આશીર્વાદ લીધા હતા. મંદિરના પૂજારી દ્વારા કલાકારોનું કુમકુમ તિલક કરી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. નોંધનીય છે કે, વ્‍પ્‍ધ્‍બ્‍ઘ્‍ ટીમ અગાઉ પણ ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર સહિત અનેક ધાર્મિક સ્‍થળોની મુલાકાત લેતી રહે છે. ગોંડલમાં કલાકારોને જોવા ભક્‍તોની ભીડ જામી હતી.(તસવીરઃભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:50 AM IST)