તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
જામનગરમાં જન્માષ્ટમી પહેલા ભગવાન કૃષ્ણને માખણ ધરાવવા અનોખું આયો
સત્સંગ મંડળ અને ધર્મ પ્રેમીઓ દ્વારા ભગવાન કૃષ્ણને માખણ ધરાવવા શોભાયાત્રા દરમિયાન 20 સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો રખાયા

જામનગરમાં જન્માષ્ટમી પહેલા ભગવાન કૃષ્ણને માખણ ધરાવવા અનોખું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા કાનાને મારું માખણ કાર્યક્રમ અંતર્ગત જામનગર શહેરમાં ચાલતા મહિલા મંડળ, સત્સંગ મંડળ અને ધર્મ પ્રેમીઓ દ્વારા ભગવાન કૃષ્ણને માખણ ધરાવવા શોભાયાત્રા દરમિયાન 20 સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમો રખાયા છે જ્યાં માખણ પધરાવવા આયોજન કરાયું હતું જેમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગતગુરુ આચાર્ય શ્રીકૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં અને શ્રી, 108 શ્રી લક્ષ્મણદેવજી મહારાજની ઉપસ્થિતિમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના કિંજલભાઈ કારસરીયા, ભીમશીભાઈપીઠિયા, કિશનભાઇ વસરા, કોર્પોરેટર અમરભાઈ કનખરા, ખોડલધામ મહિલા મંડળ વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ સહિતની સંસ્થાઓના અગ્રણીઓએ માખણ અર્પણ કર્યું હતું. આવનારી જન્માષ્ટમીની શોભાયાત્રા ને લઈને જામનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભક્તોએ ભગવાનને પ્રિય માખણ અર્પણ કર્યું છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
