<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

મોરબીમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ પરિવારો સાથે દિવાળીની અનોખી ઉજવણી.

લીલાપર રોડ અને આવાસ સહિતના વિસ્તારોમાં જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા અને પરિવારોને મીઠાઈનું વિતરણ કરાયું.

( પ્રવિણ વ્યાસ દ્વારા) : મોરબી :મોરબીમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સેવાકાર્યમાં યોગદાન આપતા અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા દિવાળીના પર્વની અનોખી અને સેવાભાવી ઉજવણી કરવામાં આવી હતી. ગ્રુપની બહેનો દ્વારા શહેરના લીલાપર રોડ, નેક્સેસ સિનેમા સામે તેમજ આવાસ સહિતના વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ અને નાના બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
  દિવાળીના પર્વે મળેલી આ ભેટથી બાળકોના ચહેરા પર ખુશી અને સ્મિત જોવા મળ્યું હતું. તહેવારની ખુશીઓ જરૂરિયાતમંદ પરિવારો સાથે વહેંચવાના ઉમદા આશય સાથે કરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃત્તિએ દિવાળીના પર્વને વધુ યાદગાર બનાવ્યો હતો. આ સેવાકાર્યમાં અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપનાં પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપની બહેનો ઉત્સાહભેર જોડાઈને માનવતાની મહેક પ્રસરાવી હતી.

(5:46 PM IST)