News of Saturday, 3rd October 2026
ભાવનગરના કાનપર ગામે ઘરની બહાર રમતી બે વર્ષની બાળકીનું ઈકોની હડફેટે મોત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૩: વલભીપુર તાલુકાના કાનપર ગામમાં પરિવાર સાથે રહેતા શંકરભાઈ રાઠવા કડિયાકામ કરતા હતા. દરમિયાન તેમની બે વર્ષની પુત્રી રિદ્ધિ અન્ય બાળકો સાથે ઘર બહાર રમતી હતી. તે સમયે સફેદ રંગની ઈકો કાર નં. જીજે-૦૪-ડીએન-૧૮૧૧ ના ચાલકે કાર પૂરઝડપે અને બેફિકરાઈથી હંકારી બાળકી સાથે અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં રિદ્ધિને છાતી તથા હૃદયના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્માત બાદ કારચાલક જાળિયા તરફ કાર હંકારી નાસી ગયો હતો. પરિવારજનોએ ઈજાગ્રસ્ત રિદ્ધિને સારવાર માટે વલ્લભીપુરના ખાનગી દવાખાને ખસેડી હતી. વધુ સારવારની જરૂર હોવાથી ૧૦૮ બોલાવવામાં આવી હતી. જોકે, સરકારી દવાખાને ફરજ પરના તબીબે રિદ્ધિને મળત જાહેર કરી હતી.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
