News of Thursday, 26th November 2026
મોટી ચીરઈ પાસે કોલસો ભરેલી ટ્રક બ્રિજના ડિવાઈડર પર ચડી જતાં આગ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૬: ભચાઉ તાલુકાના મોટી ચીરઈ નજીક નેશનલ હાઈવે પર રાત્રિના સમયે લિગ્નાઈટ ભરેલી એક ટ્રકમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ, ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક અકસ્માતનો ભોગ બની હતી અને હાઈવે પર આવેલા બ્રિજના ડિવાઈડર પર ચડી ગઈ હતી. ટ્રક આશરે ૫૦ મીટર સુધી ડિવાઈડર પર ઘસડાતી આગળ વધી હતી. અકસ્માત બાદ ટ્રકના ટાયર અને કેબિનમાં અચાનક આગ ફાટી નીકળતાં ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ટ્રકના ટાયર અને કેબિનમાંથી ટ્રકમાં ભરેલા લિગ્નાઈટ સુધી ન પ્રસરે તે માટે ફાયર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સતત ત્રણ કલાક સુધી ચાલેલા અગ્નિશમનના પ્રયાસો બાદ આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
