<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

તળાજાના બોરડા નજીક મચ્‍છી ભરેલા ટ્રકની ગુલાંટ

અકસ્‍માત એટલો ભયંકર થયા કે આગળના ટાયરનો ભાગ ૨૦૦ ફૂટ દૂરજઇ પડ્‍યોઃ ડીઝલ ટાંકી પણ તૂટી

 

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા)  ભાવનગર  તા.૩૧: તળાજા નેશનલ હાઇવે બોરડા નજીક અકસ્‍માત ઝોન કહી શકાય તેવા વિસ્‍તારમા વધુ એક અકસ્‍માતની ઘટના બની હતી. મચ્‍છી ભરેલા ટ્રકના ચાલકે ફુલસ્‍પીડ અને બે ફિકરાઈના કારણે ચલાવતા પુલ ની દીવાલ સાથે ટ્રક અથડાયો હતો. જેને લઈ ટ્રકના આગળના બંને ટાયરો સાથેનો આખેઆખો ભાગ અંદાજે ૨૦૦ ફૂટ દૂર જઈને પડ્‍યોહતો. ડીઝલ ટાંકી માંથી ઇંધણ વહેવાલાગ્‍યું હતું.માછલીઓ રોડપર ઢોળાઇ ગઈહતી.સદનસીબે ટ્રક ની આગળ પાછળ નજીકમાંથી કોઈ અન્‍ય વાહન પસાર થતું નહોય મોટી દુર્ઘટના ટળીહતી.

ટ્રકના ચાલકે જણાવ્‍યું હતુ કે મુંબઈ થી વેરાવળ મચ્‍છી આપવા જઈ રહ્યો હતો.દાઠા પોલીસને જાણથતા હાઇવે પર ટ્રાફિક નિયમન જાળવવા ની સાથે બંદોબસ્‍ત ગોઠવી દીધોહતો. સદનસીબે ચાલક અને ક્‍લીનર ઠેકડો મારીજતા બચી ગયા હતા. આ રીતે ટ્રક ગુલાંટ કઈરીતે મારી ગયો, ભવિષ્‍યમાં આવી ઘટના ન ઘટે તેવી સાવચેતી ના ભાગરૂપે પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથધરવી રહી. ટ્રકની યોગ્‍ય મરામત નો અભાવ હતો કે ચાલક ની બેદરકારી?.

(1:11 PM IST)