News of Tuesday, 27th October 2026
કાલાવડના મછલીવાળ ગામની સીમમા જાહેરમાં જુગાર રમતા જુગારીઓને રોકડ,સહીત કુલ કિ.રૂ.૩,૮૩,૫૦૦ના મુદામાલ સાથે જામનગર- એલ.સી.બીએ ઝડપ્યા : જુઓ વિડીયો
બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને ચાર જુગારીઓને ઝડપી લીધા, અન્ય ચાર ફરાર

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ,નિર્લિપ્ત રાય (IPS) નાઓએ જામનગર જીલ્લામા દારૂ જુગારના કેશો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામા દારૂ જુગારના કેશો કરવા અંગે એલ.સી.બી. ના પો.ઇન્સ.ને સુચના કરેલ હોય, જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.વી.બી.ચૌધરી નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.સ.ઈ.એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો એ દારૂ જુગારના કેશો સોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના અજયભાઈ વિરડા તથા ભયપાલસિંહ જાડેજા,ને મળેલ ખાનગી હકિકત આધારે કાલાવડ તાલુકાના મછલીવાળ ગામની સીમમા જાહેરમાં જુગાર રમાડતા શખ્સોને રોકડા રૂ. ૬૮,૫૦૦/-તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા મો.સા.નંગ-પાંચ કિ.રૂ.૩,૦૦,૦૦૦/-તથા મોબાઈલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૩,૮૩,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી વિરૂધ્ધ ભરતભાઈ ડાંગરએ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ સુમીતભાઈ શીયાર એ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. નાશી જનારને પકડવાની તજવીજ ચાલુ છે
પકડાયેલ આરોપીઓઃ-
(૧) રમીજભાઈ ઓસમાણભાઈ નોયડા ઉંમર વર્ષ ૩૭ ધંધો મજૂરી રહેવાસી કાલાવડ ગામ બસ સ્ટેન્ડની બાજુમાં
(૨) રાકેશ ઉર્ફ રાકલો છોટુભાઈ ભારેવાડીયા જાતે કોળી ઉંમર વર્ષ ૫૨ ધંધો મજૂરી રહેવાસી કુંભનાથપરા કાલાવડ
(૩) વસીમ ઇસ્માઈલભાઈ નોયડા જાતે સંધિ ઉંમર વર્ષ ૪૨ ધંધો મજૂરી રહેવાસી કુંભનાથપરા કાલાવડ
(૪) ભૂપતસિંહ રામસિંહ જાડેજા જાતે ગીરા ઉંમર વર્ષ ૫૮ ધંધો ખેતી રહેવાશી મછલીવાળ ગામ તાલુકો કાલાવડ
પકડવાના બાકી આરોપીઓ:-
(૧) સંજયસિંહ બાઘુભા જાડેજા રહેવાસી મછલીવાડ ગામ તાલુકો કાલાવડ જી.જામનગર
(૨) ધર્મેશ ઉર્ફે કાર્યો ભીમજીભાઈ રાખોલીયા રહેવાસી ભગવતી પરા કાલાવડ જી.જામનગર
(૩) હિતેશ મોહનભાઇ ગોહિલ રહેવાસી કાલાવડ જી.જામનગર
(૪) મનીષ નટુભાઈ સીતાપરા રહેવાસી કુંભનાથ પરા કાલાવડ જી.જામનગર
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ.એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા,ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
