તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
જામનગરમાંથી ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૯૪ તથા એક મોબાઇલ મળી કુલ રૂ. ૨૪,૮૪૦ ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી લેતી જામનગર એલ.સી.બી.
બાતમીના આધારે ફોરેસ્ટ કચેરી સામે બ્રીજથી નીચેથજી આરોપી ભુપેન્દ્રસિંગને ઝડપી લેવાયો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નિર્લિપ્ત રાય (IPS) નાઓ દવારા પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જામનગર જીલ્લામાથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.બી.ચૌધરીનાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ.એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના હિતેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા તથા રૂષીરાજસિંહ વાળાને મળેલ ખાનગી સંયુકત બાતમી આધારે જામનગર શહેરમા ફોરેસ્ટ કચેરી સામે, બ્રીજ નીચેથી આરોપી ભુપેન્દ્રસીંગ શીવપ્રકાશસીંગ (ઉવ.૪૨ )(રહે. નવાગામઘેડ, સરસ્વતી સોસાયટી, પ્લોટ નંબર ૧૦/૮, જામનગર મુળ- હરીપુર તા.લાલગંજ જી.રાયબરેલી યુ.પી. વાળા) ના કબ્જામાંથી અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારુની નાની મોટી બોટલો નંગ-૯૪ કિ.રૂ. ૧૯,૮૪૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ. ૫૦૦૦/- મળી કુલ રૂ. ૨૪,૮૪૦- નો મુદામાલ કબ્જે કરી મજકુર આરોપી વિરુધ્ધ પો. કોન્સ. મયુરસિંહ પરમારએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. દિલીપભાઈ તલાવડીયા નાઓએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. સદરહુ દારૂનો જથ્થો મજકુર આરોપી ગોવામા જેએમજે વાઇન શોપ માંથી લઇ આવેલ હોય, જે અંગે તપાસ કાર્યવાહી ચાલુમાં છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઈ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા,ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્રારા કરવામા આવેલ છે.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
