તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Tuesday, 29th September 2026
ગીર સોમનાથમાં કુલ 34 હોસ્ટેલની તપાસ:ખોરાક અને ઔષધ નિયમન વિભાગે 19 ને ઇમ્પ્રુવમેન્ટ નોટીસ આપી
વેરાવળ, તાલાલા, ઉના અને કોડીનારની 15 હોસ્ટેલમાં ચોખ્ખાઈનું પાલન:આરોગ્ય મંત્રી તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સુચનાં હેઠળ કાર્યવાહી

ગીર સોમનાથમાં 34 હોસ્ટેલની તપાસ કરવામાં આવી. ખોરાક અને ઔષધ નિયમન વિભાગે 19 ને ઇમ્પ્રુવમેન્ટ નોટીસ આપી. વેરાવળ, તાલાલા, ઉના અને કોડીનારની 15 હોસ્ટેલમાં ચોખ્ખાઈનું પાલન થતું જોવા મળ્યું. ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સુચનાં હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
રાજયમાં આવેલ હોસ્ટેલ કે જયા વિર્ધાર્થીઓને અભ્યાસ ક્રમની સાથે સાથે ગુણવતા યુકત આહાર મળી રહે તે માટે હોસ્ટેલ તપાસ કામગીરી ડ્રાઈવ યોજવામાં આવી હતી .જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્રારા તા.14 થી તા.25 સપ્ટેમ્બર દરમ્યાન કુલ 34 હોસ્ટેલની તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમ્યાન ચોખ્ખાઈ અને સ્વચ્છતાનું પાલન કરવા અંગેની સુચનાં આપવામાં આવેલ. હોસ્ટેલમાં રહેતા દિકરા-દિકરીઓને ગુણવતા યુકત ખોરાક મળી રહે તેની કાળજી રાખવા સુચનાં આપેલ હતી તેમજ જરૂર જણાઈ આવ્યેથી 19ને ઈમ્પ્રુવમેન્ટ નોટીસ પણ આપવામાં આવી હતી
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
