News of Wednesday, 1st July 2026
કુલ ૧૧ લોકો આમરણાંત ઉપવાસ પરઃ આંદોલનને ગામે-ગામથી સમર્થન
મોરબીના જેતપર ગામે ખેડૂતોના વીજ લાઈનના પ્રશ્ને આમરણાંત ઉપવાસ છાવણીમા ૧૩માં દિવસે વધુ ૨ ખેડૂતો જોડાતા આંદોલન વધુ મજબૂત બન્યું

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧: મોરબીના જેતપર ગામે ખેડૂતોના વીજ લાઈનના પ્રશ્ને આમરણાંત ઉપવાસ છાવણી આજે ૧૩માં દિવસમાં પ્રવેશી છે. અગાઉ ૯ ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા, જેમાં આજે ૧૩માં દિવસે વધુ ૨ ખેડૂતો જોડાતા આંદોલન વધુ મજબૂત બન્યું છે.
આ ઉપવાસ છાવણીમાં અત્યાર સુધી, મહંત કૈલાશગીરી ગુરુ મહાદેવગીરી - નવાગામ હનુમાન, રાકેશભાઈ શીવલાલ અમળતિયા (કારુકાકા) - જેતપર, નકુલભાઈ ધીરજલાલ અમળતિયા - જેતપર, રામજીભાઈ નાનજીભાઈ ભાડજા - જેતપર, નિલેષભાઈ એરવાડીયા-મોરબી, નિલેષભાઈ પ્રાણજીવનભાઈ અઘારા - જેતપર, મહેશભાઈ ચતુરભાઈ મારવણીયા - વાંકીયા, અરવિંદભાઈ રામજીભાઈ અઘારા -જેતપર, વલ્લભભાઈ ડાયાલાલ અઘારા - જેતપર, ક્રિષ્નાબેન દિનેશભાઈ અમળતિયા - જેતપર, દક્ષાબેન દિપકભાઈ અમળતિયા - જેતપર ઉપવાસ ઉપર બેઠા હતા. આજે તેમાં મહેશભાઈ ચતુરભાઈ મારવાણીયા (ગામ વાકિયા), અરવિંદભાઈ રામજીભાઈ અધારા (ગામ જેતપર) પણ જોડાયા છે
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
