<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

ગોંડલના હડમતાળા નજીક એચ.ડી.પોલી પ્લાસ્ટ નામના કારખાનામાં ભયાનક આગ ફાટી નીકળી: કરોડોનું નુકશાન

ગોંડલ, શાપર અને રાજકોટ સહિતની ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી

ગોંડલના હડમતાળા નજીક આવેલ એચ.ડી.પોલી પ્લાસ્ટ નામના કારખાનામાં ભયાનક આગ ફાટી નીકળી છે. પ્રાથમિક વિગતો મુજબ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે…છેલ્લા ૧૦ કલાકથી સતત ધગધગી રહેલી આ આગ પર કાબૂ મેળવવા માટે ગોંડલ, શાપર અને રાજકોટ સહિતની ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે અને ભારે જહેમત ઉઠાવી રહી છે. આ ભીષણ આગમાં કારખાનામાં રાખેલો મોટાભાગનો માલસામાન બળીને ખાખ થઈ ગયો છે, જેમાં આશરે રૂપિયા ૩ થી ૪ કરોડનું મોટું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(6:05 PM IST)