<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

પાટણ જિલ્લાના સમીના ગોચનાદ નજીક ટ્રક-કાર વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માતઃ માતા-પુત્રના મોત, ચાર ઘાયલ

રાજસ્‍થાનનો સોની પરિવાર દ્વારકા દર્શન કરી ભાભર રહેતી દીકરીને મળવા જતો હતો ત્‍યારે અકસ્‍માત નડ્‍યો

(જયંતીભાઈ ઠક્કર દ્વારા) પાટણ તા.૨૪:  જિલ્લાના સમી નજીક ગોચનાદ ગામ પાસે સ્‍વિફ્‌ટ કાર અને ટ્રક વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત સર્જાતા એક જ પરિવારના બે લોકોના મોત નિપજ્‍યા છે, જ્‍યારે અન્‍ય ચાર લોકો ઈજાગ્રસ્‍ત થયા છે.

અકસ્‍માતને ઘટનાને પગલે આસપાસના વિસ્‍તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઈજાગ્રસ્‍તોને તાત્‍કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્‍થાનના બાલોતરા જિલ્લાના શિવાણા ગામનો સોની પરિવાર ગુજરાત ફરવા આવ્‍યો હતો. પરિવાર દ્વારકા દર્શન કરી ભાભર તરફ જઈ રહ્યો હતો. ભાભર ખાતે પરિવારની દીકરીને મળવા જતો હતો ત્‍યારે માર્ગમાં ગોચનાદ ગામ નજીક તેમની સ્‍વિફ્‌ટ કાર ટ્રક સાથે અથડાઈ હતી.

અકસ્‍માત એટલો ગંભીર હતો કે પરિવારના બે સભ્‍યોના ઘટનાસ્‍થળે જ મોત થયા હોવાનું જાણવા મળ્‍યું છે.

આ અકસ્‍માતમાં જમનાબેન મોંગીલાલ (આશરે ૭૦ વર્ષ) અને રણછોડભાઈ મોંગીલાલ (આશરે ૪૩ વર્ષ) ના મોત થયા છે, જ્‍યારે આરોહીબેન રણજિતભાઈ (આશરે ૪૦ વર્ષ), અમિતભાઈ રણજિતભાઈ (આશરે ૮ વર્ષ) અને શ્રવણભાઈ રણજિતભાઈ (આશરે ૬ વર્ષ) સહિતના ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયાના મળતી માહિતી છે.

ઉપરાંત ભાભરના આશરે ૨૩ વર્ષીય શશિકુમાર શામળભાઈને પણ ઈજા પહોંચી હોવાનું જણાવા મળ્‍યું છે. તેમને કમરમાં ફ્રેક્‍ચર થયું હોવાનું પ્રાથમિક માહિતીમાં જણાવાયું છે.

ઈજાગ્રસ્‍ત ચારેય લોકોને વધુ સારવાર માટે મહેસાણાની ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હોવાની માહિતી મળી રહી છે. બીજી તરફ મળતકોના મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે સમી સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવ્‍યા છે. ઘટનાની જાણ થતા સમી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્‍માત કયા સંજોગોમાં સર્જાયો અને તેની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.

(12:46 PM IST)