તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
સુરેન્દ્રનગરની કિશોરીને પિતાએ ઠપકો આપતા નાસી ગઇ!
પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરીઃ મોબાઈલ જોઈ રહી હતી ત્યારે ઠપકો આપતા લાગી આવ્યું: અચાનક ઘર છોડી જતી રહેતા ચકચાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧પ :.. નાની બાબતમાં માતા-પિતા દ્વારા ઠપકો આપવામાં આવે ત્યારે બાળકો મોટું પગલું ભરી લેતા હોય છે ત્યારે આ પ્રકારની ઘટના સુરેન્દ્રનગરના વર્ધમાનનગર વિસ્તારમાં બનવા પામી છે ત્યારે પિતા દ્વારા પોતાની પુત્રી ૧૬ વર્ષની છે તે મોબાઈલ જોઈ રહી હતી તે દરમિયાન ઠપકો આપવામાં આવ્યો હતો અને મોબાઈલ મૂકી અને શિક્ષણ કાર્યમાં લાગી જવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી ત્યારે ૧૬ વર્ષની દીકરીને આ લાગી આવ્યું હતું.
તેને લઈને માતા-પિતા જ્યારે ઘરમાં સૂઈ ગયા ત્યાર બાદ આ ૧૬ વર્ષની દીકરી ઘરમાંથી નીકળી ગઈ અને ત્યારબાદ ગુમ થઈ ગઈ ત્યારે પિતા દ્વારા સૌપ્રથમ સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે આ અંગે અરજી લઈ અને ત્યારબાદ ગુનો દાખલ કરવામાં આવ્યો અને અપહરણ સહિતની કલમો લગાવી અને તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ કરવામાં આવતા યુવતી વર્ધમાન નગર વિસ્તારમાંથી રેલ્વે સ્ટેશન તરફ ગઈ હોવાનું સામે આવ્યું હતું. નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત નાખવામાં આવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા ત્યારે યુવતી પોતાના ઘરેથી નીકળી અને ત્યારબાદ રેલ્વે સ્ટેશન જાય છે અને રેલ્વે સ્ટેશનમાં ટિકિટ બારી ઉપર એક ટિકિટ પણ કઢાવે છે ત્યાં સુધી સીસીટીવી કેમેરામાં ફૂટેજ રેર્કોડિંગ થાય છે ત્યારે આ ફૂટેજ મેળવી અને સીટી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
ટિકિટ કયાંની નીકળી તે પણ સીટી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા દીકરી દ્વારા પોતાની ટિકિટ દિલ્હી સુધીની કઢાવવામાં આવી હોય અને ત્યાં ટ્રેનમાં બેસી અને જતી રહી હોવાનું સામે આવ્યું હતું. દિલ્હી તરફ આ ૧૬ વર્ષની દીકરી ગઈ હોવાનું માલુમ પડતા સીટી એ ડિવિઝનની ટીમોને પણ ત્યાં રવાના કરવામાં આવી છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
