<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

ખંભાળિયા પાસેના પોરબંદર રેલવે ફાટક પાસે મધમાખીઓના ઝુંડે એક પ્રોઢને બનાવ્યો શિકાર

શરીરના અનેક ભાગોમાં મધમાખીઓના ઝુંડે ડંખ મારતા મહિપતસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા

દ્વારકાના ખંભાળિયા પાસેના પોરબંદર રેલવે ફાટક પાસે મધમાખીઓના ઝુંડે એક પ્રોઢને શિકાર બનાવ્યા હતા,  શરીરના અનેક ભાગોમાં મધમાખીઓના ઝુંડે ડંખ મારતા મહિપતસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી  રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો ઇજાગ્રસ્ત મહિપતસિંહને તાત્કાલિક ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા . હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા ઇજાગ્રસ્તની સારવાર હાથ ધરાઈ હતી . ધમધમતા માર્ગ પર મધમાખીઓના હુમલાથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો . સતત અવરજવર ધરાવતા વિસ્તારમાં મધમાખીઓના આતંકથી રાહદારીઓ ચિંતિત બન્યા છે.

(7:34 PM IST)