તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
મોરબીમાં ‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ સાથે આગામી ૨૮ ઓક્ટોબરથી ‘સ્વદેશી મેળો’ યોજાશે.
રત્નકલા ગ્રાઉન્ડ ખાતે સખી મંડળની બહેનોની હસ્તકલા કૃતિઓનું થશે વેચાણ; સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગા થીમ, મેજિક શો, લોક ડાયરો અને સ્વચ્છતા જાગૃતિ નાટકો બનશે મેળાનું મુખ્ય આકર્ષણ.

(પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : લોકલ ફોર વોકલ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના આશયથી મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સર્જનથી સમૃદ્ધિ’ ની થીમ સાથે આગામી તા. ૨૮ ઓક્ટોબરથી મોરબી ખાતે ‘સ્વદેશી મેળો‘ યોજાનાર છે.મોરબીના સ્કાય મોલની બાજુમાં આવેલા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સ્વદેશી મેળામાં વિવિધ હસ્તકલાની વસ્તુઓ અને સ્થાનિક સામગ્રીઓનું સખી મંડળની બહેનો દ્વારા વેચાણ કરવામાં આવશે.
આ સ્વદેશી મેળાનું મુખ્ય આકર્ષણ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગા થીમ પર આધારિત પ્રસ્તુતિઓ, મનોરંજક મેજિક શો, લોક ડાયરો તેમજ સ્વચ્છતા અને જન જાગૃતિલક્ષી નાટકો રહેશે. આ કાર્યક્રમો નિહાળવા અને સ્વદેશી મેળાનો વધુને વધુ લાભ લેવા મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે
(11:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
