તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
અમરેલીના રાજુલાના કુંભારીયા ગામે આવેલી ગૌશાળામાં અચાનક અકસ્માતે આગ ભભુકતા અફરાતફરીનો માહોલ
ગામલોકો અને ફાયર બ્રિગેડની ટીમના સંયુક્ત અથાગ પ્રયાસો અને સમયસૂચકતાના કારણે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો

અમરેલી જિલ્લાના રાજુલાના કુંભારીયા ગામે આવેલી એક ગૌશાળામાં અચાનક અકસ્માતે આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગૌશાળામાં આગ લાગી હોવાની ખબર મળતા જ મૂંગા પશુઓનો જીવ બચાવવા માટે આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.આગની તીવ્રતા જોઈને સ્થાનિક ગામલોકોએ તાત્કાલિક પોતાના સ્તરે પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના અને પશુઓને સુરક્ષિત બહાર કાઢવાના ભગીરથ પ્રયાસો શરૂ કરી દીધા હતા. આ સાથે જ ફાયર બ્રિગેડની ટીમને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે તાત્કાલિક દોડી આવી હતી.ગામલોકો અને ફાયર બ્રિગેડની ટીમના સંયુક્ત અથાહ પ્રયાસો અને સમયસૂચકતાના કારણે આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
(1:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
