<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક 6 નવેમ્બરે મળશે.

વાર્ષિક હિસાબો, 24 સભ્યોને સ્વભંડોળની ગ્રાન્ટની ફાળવણી અને જિલ્લા પંચાયત બિલ્ડીંગના રિનોવેશન સહિતના 11 મુદ્દાઓ પર લેવાશે નિર્ણય.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની આગામી ખાસ બેઠક 6 નવેમ્બર, 2026 ને શુક્રવારના રોજ બોલાવવામાં આવી છે. આ બેઠકમાં વાર્ષિક હિસાબોની મંજૂરીથી લઈને વિકાસ કામોની ગ્રાન્ટની ફાળવણી અને જિલ્લા પંચાયતના બિલ્ડીંગના રિનોવેશન સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય લેવામાં આવશે. આ ખાસ બેઠક શુક્રવારે સવારે 11:00 કલાકે મોરબી જિલ્લા પંચાયત ભવનના સભાખંડ (રૂમ નં. 19) માં મળશે.
    બેઠકના એજન્ડામાં સમાવિષ્ટ મુખ્ય મુદ્દાઓમાં વર્ષ 2025-26 ના જિલ્લા પંચાયતના વાર્ષિક હિસાબોને મંજૂરી આપવા બાબત. જિલ્લા પંચાયત સ્વભંડોળ વર્ષ 2026-27 ની ગ્રાન્ટની રકમ તમામ 24 સભ્યોને એકસરખી ફાળવવા અને સભ્યો દ્વારા સૂચવાયેલા વિકાસના કામોને મંજૂર કરવા બાબત. વર્ષ 2026-27 માટે સ્વભંડોળના કામોના આયોજન અંગે નિર્ણય લેવા બાબત. વાંકાનેર તાલુકાના ધર્મનગર ગામના રેવન્યુ રકબા બાબતે સંમતિદર્શક ઠરાવ પસાર કરવા બાબત. નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ) ના સરકારી વાહનને રદબાતલ (કંડમ) કરી નવું વાહન ખરીદવાની મંજૂરી આપવા બાબત. નાણાકીય વર્ષ 2026-27 ના બજેટમાં લાઈબ્રેરી માટે અંદાજિત રૂપિયા 40 લાખની રકમ ફાળવવા બાબત. મોરબી જિલ્લા પંચાયત બિલ્ડીંગ ખાતે ટાઇલ્સ, પ્લમ્બિંગ અને કલરકામ સહિતના રિનોવેશન કામને મંજૂરી આપવા બાબત. બાંધકામ શાખા હેઠળના કામોમાં ક્ષતિ દાખવનાર એજન્સીનો કરાર રદ્દ કરી (ટર્મિનેટ) તેને બ્લેકલિસ્ટમાં મૂકવાની દરખાસ્ત કરવા બાબત સહિતના મુદ્દે નિર્ણય લેવામાં આવશે.
આ ખાસ બેઠકમાં જિલ્લા પંચાયતના તમામ સભ્યો, અધિકારીઓ અને આમંત્રિત સદસ્ય તરીકે જિલ્લાના માનનીય ધારાસભ્યઓને પણ ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

(11:32 PM IST)