તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
જામનગરના ખીલોસ ગામના ભરવાડ યુવાને પત્નીના ત્રાસથી કંટાળી ઘર છોડ્યું :પરિવારજનોએ પોલીસમાં ગુમ નોધ કરાવી
ગુમ થનારએ પોતાની પત્નીના ત્રાસથી કંટાળી ઘર છોડીને જવાનું કહી ઘરેથી નીકળી ગયા બાદ આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી.

જામનગર:જામનગર તાલુકાના ખીલોસ ગામમાં રહેતા એક યુવકે પોતાની પત્નીના ત્રાસથી કંટાળી ઘરેથી નીકળી ગયા હોવાની ઘટના સામે આવી છે. પરિવારજનોએ યુવક પરત ઘરે ન ફરતાં પોલીસનો સંપર્ક સાધી ગુમનોધ કરાવી છે. હાલ પોલીસે ગુમ થયેલા યુવકની શોધખોળ હાથ ધરી છે.
પોલીસમાંથી મળતી વિગતો મુજબ જામનગર તાલુકાના ખીલોશ ગામે રહેતા હમિરભાઈ મૈયાભાઈ વેસરા (ઉંમર વર્ષ ૩૬) જાતે ભરવાડ, પોતાના ઘરેથી નીકળી ગયા હતા. ગુમ થનારએ પોતાની પત્નીના ત્રાસથી કંટાળી ઘર છોડીને જવાનું કહી ઘરેથી નીકળી ગયા બાદ આજદિન સુધી ઘરે પરત ફર્યા નથી.
પરિવારજનોએ પોતાની રીતે ઘણી શોધખોળ હાથ ધરી હોવા છતાં તેમનો કોઈ પત્તો ન લાગતાં આખરે પંચ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ કરાવવામાં આવી છે.
આ બનાવ અંગે પંચ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.કે. જાડેજા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
(9:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
