<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

જૂનાગઢના માળીયા હાટીના વિસ્તારમાં બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: લગ્નના માત્ર 8 દિવસ પહેલાં જ CISF જવાનનું મોત

અકસ્માતમાં 18 વર્ષીય રાજવીર ભલગરીયાને ગંભીર ઇજા :યુવાનના અચાનક મોતથી પરિવારજનો અને સ્વજનોમાં શોકની લાગણી ફેલાઈ

જૂનાગઢના માળીયા હાટીના વિસ્તારમાં બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત નિપજ્યું છે. મૃતકની ઓળખ દિગ્વિજયસિંહ સિસોદિયા તરીકે થઈ છે, જેઓ CISFમાં જવાન તરીકે ફરજ બજાવતા હતા. લગ્ન પ્રસંગને પગલે તેઓ રજા પર પોતાના વતન આવ્યા હતા. આગામી 2 ડિસેમ્બરના રોજ તેમના લગ્ન યોજાવાના હતા, પરંતુ લગ્નના માત્ર 8 દિવસ પહેલાં જ અકસ્માતમાં તેમનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ અકસ્માતમાં 18 વર્ષીય રાજવીર ભલગરીયા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. યુવાનના અચાનક મોતથી પરિવારજનો અને સ્વજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. ઘટનાની જાણ થતાં માળીયા હાટીના પોલીસે ગુનો નોંધી અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(1:25 PM IST)