તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
મોરબીમાં પીજીવીસીએલને લગતા પડતર પ્રશ્નો માટે મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે સમીક્ષા બેઠક.
બેઠકમાં સાંસદ, ધારાસભ્યો, પીજીવીસીએલ રાજકોટ અને મોરબીના મેનેજિંગ ડિરેક્ટર તથા અન્ય અધિકારીઓ હાજર રહેશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીમાં પીજીવીસીએલને લગતા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરાયું છે અને આ બેઠકમાં સાંસદ, ધારાસભ્યો, પીજીવીસીએલ રાજકોટ અને મોરબીના મેનેજિંગ ડિરેક્ટર તથા અન્ય અધિકારીઓ હાજર રહેશે.
મોરબીમાં તા. 14 ને સોમવારે સાંજે 4:00 કલાકે પીજીવીસીએલ કયેરી ખાતે સમિક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉધોગકારોથી લઈને સામાન્ય લોકો સુધી કોઈને પણ પીજીવીસીએલને લગતા કોઈપણ પ્રશ્નો કે રજૂઆત હોય તો તેઓ તા 12 ને શનિવારના રોજ સાંજે 6:00 કલાક સુધીમાં મોરબીમાં ઉમા ટાઉનશીપ ખાતે આવેલા મંત્રીના કાર્યલય ખાતે તે પહોચાડી શકે છે. અને અરજદારોએ પોતાની રજૂઆત ફરજિયાતપણે બે નકલમાં આપવાની રહેશે જેથી સમયસર પ્રશ્નોનું સંકલન કરી સમીક્ષા બેઠકમાં યોગ્ય નિરાકરણ લાવી શકાય તેમ જણાવ્યુ છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
