તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Thursday, 24th September 2026
કચ્છના આદિપુરમાં રૂ.૩.૨૬ લાખના હેરોઇન સાથે પંજાબી શખ્સ ઝડપાયો
મલયાલમ નગર ત્રણ રસ્તા નજીક પોલીસે વોચ ગોઠવી ક્રેનચાલકને ઝડપી લીધો : ૩.૨૬ લાખના ૧૬.૩૦૦ ગ્રામ હેરોઇન સહિત કુલ રૂ.૧૩.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૪: આદિપુર નજીક મલયાલમ નગર ત્રણ રસ્તા પાસે પોલીસે કાર્યવાહી કરીને રૂ.૩.૨૬ લાખની કિંમતના હેરોઇન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસને માદક પદાર્થના જથ્થા અંગે પૂર્વ બાતમી મળતાં ગળપાદર-અંજાર ધોરીમાર્ગથી જુમાપીર ફાટક તરફના માર્ગ પર વોચ ગોઠવવામાં આવી હતી.
પોલીસે શંકાસ્પદ ક્રેનચાલક પંજાબના અમળતસર પાસેના રહેવાસી પ્રભજીતસિંઘ અનુપસિંઘ શીખ ઝડપી લઈ ૪-એ પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં એફએસએલ અધિકારીની હાજરીમાં કરવામાં આવેલી પ્રાથમિક ચકાસણીમાં તેની પાસેથી મળેલો પદાર્થ હેરોઇન હોવાનું સામે આવ્યું હતું. આરોપી પાસેથી ૧૬.૩૦૦ ગ્રામ હેરોઇન, જેની કિંમત રૂ.૩,૨૬,૦૦૦ હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત પોલીસે નાનો વજનકાંટો, પર્સ, મોબાઇલ અને હાઇડ્રા ક્રેન સહિત કુલ રૂ.૧૩,૩૮,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પોલીસ વિગતો મુજબ, આ હેરોઇન તેનો કાકાનો દીકરો રેશમસિંઘ ચિમ્માસિંઘ લઈને આવ્યો હોવાનો ખુલાસો થયો છે. જોકે રેશમસિંઘ પોલીસના હાથમાં આવ્યો નથી અને તેને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. (૩
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
