News of Wednesday, 8th July 2026
કચ્છના બકલ બેટ પાસેથી અમેરિકન નેવીનું હાઇડ્રોલિક પંપ સાથેનું પ્લાસ્ટિક બોક્સ મળ્યુ
સંભવતઃ કોઈ જહાજમાંથી આ બોક્સ પડી ગયું હોવું જોઈએ જે દરિયામાં તણાઈ લખપત સુધી પહોંચ્યું હશે તેવુ અનુમાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૮: કચ્છના લખપત નજીકના દરિયાકિનારે બકલ બેટ પાસે બીએસએફને પેટ્રોલિંગ દરમ્યાન અમેરિકન નેવીનું પ્લાસ્ટિક બોક્સ મળી આવ્યું છે. પ્રોપર્ટી ઓફ અમેરિકન ગવર્મેન્ટ, નેવી એમ અંગ્રેજીમાં લખેલા આ પ્લાસ્ટિક બોક્સમાં હાઇડ્રોલિક પંપ છે. ઓસ્ટ્રલિયન બનાવટના આ હાઇડ્રોલિક પંપ ઉપર ૫ નવેમ્બર ૨૦૨૪ એ તારીખ લખેલી છે.
આ પંપ સાથે કન્ટેનર બોક્સ એરફોર્સ ને વધુ તપાસ માટે અપાયું છે. સંભવતઃ કોઈ જહાજમાંથી આ બોક્સ પડી ગયું હોવું જોઈએ જે દરિયામાં તણાઈ લખપત સુધી પહોંચ્યું હશે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
