<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

મોરબીમાં અવારનવાર પ્રોહીબીશન ગુનામાં પકડાયેલ શખ્શને પાસા તળે જેલ ધકેલાયો.

એ ડીવીઝન પોલીસ ટીમે હિંદુ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવાને જીલ્લા જેલ જુનાગઢ ખાતે પાસા વોરંટ બજવણી કરી મોકલવામાં આવ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબી શહેરમાં અવારનવાર પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ શખ્શ વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ થતા એ ડીવીઝન પોલીસે ઈસમને જુનાગઢ જેલહવાલે કર્યો છે.

     મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં પરપ્રાંતીય દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ હિન્દુભાઇ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવા (ઉ.વ.૩૧) (રહે મોરબી શનાળા બાયપાસ વાળા) વિરુદ્ધ એ ડીવીઝન પોલીસે પાસા પ્રપોઝલ તૈયાર કરી ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેકટર મોરબીને મોકલતા પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું જેથી એ ડીવીઝન પોલીસ ટીમે હિંદુ મોહનભાઈ ઉર્ફે મેપાભાઈ બાંભવાને જીલ્લા જેલ જુનાગઢ ખાતે પાસા વોરંટ બજવણી કરી મોકલવામાં આવ્યો છે

(12:43 AM IST)