તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
News of Tuesday, 10th November 2026
મોરબી-માળીયા હાઇવે પર ગાળાના પાટીયા પાસે અજાણ્યા વાહનની હડફેટે રાહદારીનું મોત.
અજાણ્યા વાહનના ચાલકે તેમને ટક્કર મારી : માથા તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ થયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી-માળીયા નેશનલ હાઈવે રોડ પર ગાળા ગામના પાટીયા પાસે પુરઝડપે અને ગફલતભરી રીતે દોડી રહેલા એક અજાણ્યા વાહને રાહદારીને હડફેટે લેતા રાહદારીનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઓરીક્ષ પેકેજીંગ કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા રમેશ રામાવતાર રજવારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગાળા ગામના પાટીયા પાસે મોરબી-માળીયા હાઇવે પરથી ફરિયાદીના ભાઈ રાજેશ રામાવતાર રજવાર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહનના ચાલકે તેમને ટક્કર મારી હતી, જેના કારણે તેમને માથા તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ થયું હતું. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે ફરાર ચાલકની શોધખોળ અને આગળની તપાસ હાથ ધરી છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
