<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

કેશોદના અજાબ ગામે શ્રમજીવી પરિવારની દોઢ વર્ષની માસુમ બાળકી કુવામાં પડી જતા કરુણ મોત

સિમ વિસ્‍તારમાં ખેડૂતોએ સલામતી માટે જરૂરી કાળજી રાખવા સરપંચ મગનભાઈ અઘેરાનો અનુરોધઃ મધ્‍યપ્રદેશથી ખેત મજુરી માટે આવેલ પરિવારમાં શોક

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા. ૭: તાલુકાના  અજાબ ગામ સીમ વિસ્‍તારમા  શ્રમજીવી પરિવાર ની એક દોઢેક વર્ષની બાળકી કુવામાં પડી જતા તેનું કરુણ મોત નીપજતા અજાબ તથા આસપાસના વિસ્‍તારોમાં અરેરાટી જેવા પામેલ છે.

સંજીના પ્રકાશભાઈ બારૈયા નામની માસુમ બાળકી રમી રહી હતી વાડીમાં રમી રહેલા હતી. આ દરમિયાન બાજુમાં આવેલ કુવામાં અકસ્‍માતે પડી ગયેલ હતી. આ અંગેની જાણ થતાં જ અજબ ગ્રામ પંચાયતના સરપંચ મગનભાઈ અધેરા સહિત ગ્રામજનો સ્‍થળ પર દોડી ગયેલ હતા ખેડુતોએ બાળકીને કુવામાંથી બહાર કાઢી તાત્‍કાલિક અસરથી સારવાર માટે અજાબ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવેલ જ્‍યાં ફરજ પરના ડોક્‍ટરે તેમને મળતક જાહેર કરેલ હતી. હાલ કેશોદ વિસ્‍તારમાં મગફળી ઉપાડવાનું કામ ચાલતું હોય આ બાળકી નો પરિવાર અજબ ખાતે મધ્‍યપ્રદેશના, બળવાની જિલ્લાના વરલેપાની ગામથી ખેત મજૂરી કરવા માટે આવેલા હતા. આ અંગે અજાબના સરપંચ મગનભાઈ અઘેરાના એ ખેડૂતોને અનુરોધ કરતા જણાવેલ છે કે કિસ્‍સામાં થી દરેક ખેડૂતોએ શીખ લેવી અનિવાર્ય છે કે જો વાડીમા શ્રમજીવીઓ રહેતા હોયતો કુવાનું ઉંચુ ચણતર કરવું જરૂરી છે. વારંવાર ચડી આવતા મગર, દિપડાથી સહિતના હિંસક પ્રાણીઓથી બચવા માટે ખુલ્લામાં સૂવાનું ટાળવું ઉપરાંત વીજળીના વાયર કોઇ જગ્‍યાએ ખુલ્લા ન રહે અને ઉંચા રહે તે જોવું, મકાનની બાજુમાં ફુવારાના પાઈપ ન રાખવા જેથી સાપ વિછીંના કરડવાના બનાવોથી બચી શકાય સહિતની કાળજી લેવી હિતાવહ છે.

(1:45 PM IST)