<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્રિત થયા:સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને સંગઠનને વધુ મજબૂત બનાવવા સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ કર્યો

( મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર:આજે જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્રિત થયા હતા. સૌએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને સંગઠનને વધુ મજબૂત બનાવવા સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ કર્યો હતો.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ ભીખુભાઈ વરોતરિયા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથીરિયા જિલ્લા કોંગ્રેસ અગ્રણી જીવણભાઈ કુંભારવાડિયા, જામનગર  તથા વિરોધ પક્ષના પૂર્વ નેતા જે.પી. મારવિયા અને જામનગર કોંગ્રેસ અગ્રણી કાસમભાઈ ખફી ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇકબાલભાઈ સુમરા, સિક્કા નગરપાલિકા ચેરમેન જુસબભાઈ બારોયા લાલપુર તાલુકાના મહાવીરસિંહ જાડેજા, જામજોધપુર શહેર અને તાલુકા કોંગ્રેસના પ્રમુખો ગોવિંદભાઈ તથા સચીનભાઈ ચોટાઈ, કાલાવડ તાલુકા પ્રમુખ દીપકભાઈ વસોયા અને સિક્કા શહેર પ્રમુખ હુસેનભાઇ નોંઘાણી તેમજ ધ્રોલ શહેર અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ મનસુખભાઈ પરમાર અને મીતભાઈ ભીમાણી, કિસાન કોંગ્રેસના ચેરમેન પી આર બાપુ, યુથ કોંગ્રેસના પ્રમુખ દેવરાજભાઈ, obc સેલના અમિતભાઈ સોનાગરા સહિતના કાર્યકરોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
સ્નેહમિલન દરમિયાન આગેવાનોએ નવા વર્ષમાં જનતાના પ્રશ્નોને વાચા આપવા અને કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા માટે એકતાથી કાર્ય કરવાની વાત કરી હતી. કાર્યક્રમ આનંદમય અને ઉષ્માભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.

(8:05 PM IST)