<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

હળવદના રણજીતગઢ ગામ પાસે ચાલુ કાર મા લાગી આગ

( દીપક જાની દ્વારા) હળવદઃ તાલુકાના રણજીતગઢ ગામના પાટિયા નજીક હાઈવે પર કચ્‍છથી અમદાવાદ તરફ જઈ રહેલા એક પરિવારની કિયા કારમાં કોઈ અગમ્‍ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાની જાણ થતાં જ કારમાં સવાર તમામ લોકો તાત્‍કાલિક નીચે ઉતરી ગયા હતા કિયા કંપનીની આ કારનો નંબર GJ 12 FB 4928 છે. આ કારમાં ૨ મહિલા અને ૨ પુરુષ સવાર હતા જોતજોતામાં આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાને પગલે તાત્‍કાલિક હળવદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્‍થળે પહોંચી છે. સદનસીબે પરિવાર સમયસર કારમાંથી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી છે

(10:16 AM IST)