તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
અમરેલીના રાજુલામાં એક સગીરા સાથે બાળ કિશોર દ્વારા દુષ્કર્મ ગુજાર્યું :
આરોપીએ અગાઉ પણ સગીરાને ધમકાવી દુષ્કર્મ આચર્યું હતું. દાદાની ફરિયાદના આધારે રાજુલા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ડિટેઈન કર્યો

અમરેલીના રાજુલા પંથકમાંથી અત્યંત હ્રદયદ્વાવક ઘટના સામે આવી છે, એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવતાં ચકચાર મચી છે. આરોપ છે કે એક કિશોરે સગીરાની મરજી વિરુદ્ધ સંબંધ બાંધીને આ ગંભીર કૃત્ય આચર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. હાલ પોલીસે કિશોરને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી જાણકારી અનુસાર ભોગ બનનાર સગીરા કુદરતી હાજતે ગઈ હતી, ત્યારે કિશોરે તેને ઝાડીઓમાં ખેંચી જઈને હવસનો શિકાર બનાવી હતી. પીડિતાએ પોતાને છોડી દેવા માટે 'હું નાની છું, રહેવા દે' તેમ કહીને ખૂબ આજીજી કરી હતી, છતાં કિશોરે નિર્દયતાથી દુષ્કર્મ આચર્યું હતું.
તપાસમાં સામે આવ્યું છે કે તેણે અગાઉ પણ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આરોપ છે કે કિશોરે ભોગ બનનાર સગીરાને આ મામલે મૌન રાખવા માટે ધમકાવી હતી અને જો કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આટલી નાની વયમાં આ પ્રકારની ગુનાહિત માનસિકતાએ સૌને સ્તબ્ધ કરી દીધા છે.
ભોગ બનનાર સગીરાના દાદાએ હિંમત દાખવી સમગ્ર મામલે રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને રાજુલા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા કિશોરને ડિટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
