તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
મોટી ખાવડી પાસે રસ્તો ઓળંગી રહેલા પરપ્રાંતિયનું અજાણ્યા વાહન હડફેટે મોત
જામનગરમાં મોબાઇલ ચોરી બે લાખ ટ્રાન્સફર કરી લીધા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯ : મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ટેકલાલ નનકુાવ ઉ.વ.ર૭, રે. નાગાર્જુન પેટ્રોલ પંપ પાછળ, લેબર કોલોની મોટી ખાવડી સીમ
વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ટેકલાલ સાથે કામ કરતા નંદલાલ ગાંગો મહતો, ઉ.વ.૪૩, રે. નાગર્જુન પેટ્રોલ પંપ પાછળ, લેબર કોલોની મોટી ખાવડી સીમ, તા.જિ.જામનગરવાળો ખંભાળીયા હાઈવે રોડ નાગાર્જુન પેટ્રોલ પંપની સામે રોડ ક્રોસ કરતા હોય ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારી શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી પોતાનું વાહન લઈ નાશી જઈ ગુનો કરેલ છે.
મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં જગતાર મશીહ ચંચાલ મશીહ, ઉ.વ.૩પ, રે. મેઘપર ગામ, જુનટેક પ્રા.લી. કંપનીના ભાડાના રૂમ નં.પ તા.લાલપુર, જિ.જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૧-૯-ર૦ર૬ ના આરોપી લવ દુગલ, રે. ભીખીવીંડી ગામ, જિ.તરણતારણ, પંજાબ મો.નં.૭૩૮૭૦૪પ૦૯૪ વાળા પોતે ફરીયાદી જગતાર સાથે એક જ રૂમમાં રહેતા હોય તે દરમ્યાન ફરીયાદી જગતારના રૂમમાં તેનો વિવો કંપનીનો વાય-રર, મોડલનો મોબાઈલ ફોન કિંમત રૂ.૧૪,પ૦૦/- નો ચોરી કરી લઈ જઈ મોબાઈલમાં કોઈ પણ રીતે યુ.પી.આઈ. પેમેન્ટ માટેનુ કોઈ એપ્લીકેશન ચાલુ કરી ફરીયાદી જગતાર ના સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાના બેન્ક એકાઉન્ટ નંબર સાથે જોડી બેન્ક એકાઉન્ટ માંથી અલગ અલગ યુ.પી.આઈ. ટ્રાન્ઝેકશન કરી કુલ રૂ.ર,૦૪,૯૦૦/- પોતાના તથા અન્ય એક અજાણ્યા બેન્ક એકાઉન્ટમા ટ્રાન્સફર કરી લઈ જઈ ગુનો કરેલ છે.
અદાવતનો ખાર રાખી માર માર્યો
લાલપુર પોલીસ સ્ટેશનમાં નીતિનકુમાર રાણાભાઈ બૈડીયાવદરા, ઉ.વ.૩૪, રે. મચ્છરનગર સાંદીપની સ્કુલની બાજુંમા લાલપુરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે,લાલપુર સામાકાંઠે વડવાળા પાનની દુકાનની સામે આરોપી દેવાયત રાવલીયા વચ્ચે ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓ વેજાણંદ ઉર્ફે પીરો વસરા, ગોવિંદ મુળુ વસરા, દેવાયત રાવલીયા, હેમત વસરા, રાજુ વસરા, ચંદુ રાવલીયા એ પાઈપ જેવા હથીયારથી સજજ થઈ સ્કોપીયો કાર તથા મોટરસાયકલમાં આવી આરોપી વેજાણંદ ઉર્ફે પીરો વસરા એ લોખંડના પાઈપ વડે ફરીયાદી નીતિનકુમાર ના ભાઈ સાહેદ દેવશીભાઈને જમણા હાથમા માર મારી ફેકચરની તથા ફરીયાદી નીતિનકુમાર ને શરીરે મુંઢ ઈજાઓ કરેલ તથા આરોપી ગોવિંદ મુળુ વસરા એ ફરીયાદી નીતિનકુમાર ના ભાઈને લોખંડના પાઈપ વડે જમણી આંગળીઓમા મુંઢ ઈજાઓ કરીએ તથા બાકીના આરોપી દેવાયત રાવલીયા, હેમત વસરા, રાજુ વસરા, ચંદુ રાવલીયાઓએ ફરીયાદી નીતિનકુમાર તથા તેમના ભાઈ સાહેદ દેવશીભાઈને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડેલ ગુનો કરેલ છે.
બીયરની ૧પ બોટલ સાથે ઝડપાયો
અહીં સીટી સીં ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. તરૂણકુમાર કરશનભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, દિગ્જામ સર્કલ પાસે અંજલી મોબાઈલની દુકાનમાં આરોપી નરેન્દ્રસિંહ સુરૂભા જેઠવા દુકાનમાં બીયરની બડવાઈઝર કંપનીના શીલબંધ નંગ-૧પ, કિંમત રૂ.૧૩પ૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
