News of Tuesday, 5th May 2026
કેશોદ તાલુકાના મઘરવાળા ગામે બગીચામાં કામ કરતા આધેડ પર અચાનક દીપડાએ હુમલો કર્યો :ભયનો માહોલ
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી

જૂનાગઢ જિલ્લામાં આવેલા કેશોદ તાલુકાના મઘરવાળા ગામે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. બગીચામાં કામ કરી રહેલા એક આધેડ પર અચાનક દીપડાએ હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ હુમલામાં આધેડને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે અને ગામલોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
