<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

મોરબી - રાજકોટ હાઈવે પર કારની ઠોકરે આધેડ બાઈક ચાલકનું મૃત્યુ.

અકસ્માતમાં કિરીટભાઈનો જમણો હાથ કપાઈ જતા મૃત્યુ નીપજ્યું

મોરબી - રાજકોટ હાઇવે પર ઓરપેટ કારખાના સામે ગઈકાલે  સાંજના સમયે જીજે - 36 - એઆર - 3204 નંબરની ટાટા ટિયાગો કાર ચાલકે બેદરકારીથી પોતાની કાર હંકારી જીજે - 36 - એમ - 5048 નંબરના બાઇક લઈને ટંકારાથી મોરબી આવી રહેલા કિરીટભાઈ પ્રાણજીવન વસદડીયા( રહે.બગથળા) (   ઉ.વ. 54 ) ને હડફેટે લઈ કિરીટભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અકસ્માતમાં કિરીટભાઈનો જમણો હાથ કપાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના નાનાભાઈ અનિલભાઈ પ્રાણજીવનભાઈ વાંસદડીયાએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

(11:54 PM IST)