<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

જુનાગઢના ચાંપરડા જય અંબે હોસ્‍પિટલમાં પૂ.મુક્‍તાનંદબાપુના સાનિધ્‍યમાં બેઠક યોજાઈ

માનવ સેવા એ જ પ્રભુસેવાના સિદ્ધાંત સાથે હોસ્‍પિટલ સતત પ્રગતિ કરશે અને વધુ આધુનિક આરોગ્‍ય સેવા લોકો સુધી પહોંચાડશે : હોસ્‍પિટલમાં ભવિષ્‍યમાં શું નવી સુવિધાઓ ઉભી કરવી ? તે અંગે ઉપસ્‍થિત સૌના મંતવ્‍યો અને સૂચનો લેવામાં આવ્‍યાઃ આ વિસ્‍તારના લોકોને વધુમાં વધુ આરોગ્‍યલક્ષી લાભ કેવી રીતે મળી શકે ? તે અંગે સઘન ચર્ચા-વિચારણાઃ ૧૫૦ આગેવાનોની કમિટીની રચના

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૪: જુનાગઢના ચાંપરડા જય અંબે હોસ્‍પિટલમા પૂ.મુક્‍તાનંદબાપુના સાનિધ્‍યમાં બેઠક યોજાઈ હતી.હોસ્‍પિટલમાં ભવિષ્‍યમાં શું નવી સુવિધાઓ ઉભી કરવી ? તે અંગે ઉપસ્‍થિત સૌના મંતવ્‍યો અને સૂચનો લેવામાં આવ્‍યાઃ આ વિસ્‍તારના લોકોને વધુમાં વધુ આરોગ્‍યલક્ષી લાભ કેવી રીતે મળી શકે ? તે અંગે સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

પ.પૂ.મુક્‍તાનંદ બાપુના માર્ગદર્શન અને આશીર્વાદથી સંચાલિત જય અંબે હોસ્‍પિટલ ચાંપરડા ખાતે એક મહત્‍વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં પૂ. મુક્‍તાનંદજીબાપુની અધ્‍યક્ષતામાં  વિસાવદર, ભેસાણ,બીલખા,મેંદરડા તાલુકાના સરપંચો સહિત ૧૫૦ થી વધુ સામાજિક આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

તેમજ બેઠકમાં પૂ.મુક્‍તાનંદબાપુ દ્વારા હોસ્‍પિટલમાં ચાલતી તમામ ફ્રી સારવાર અંગે વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં દર્દીઓ માટે ઓપરેશન, દવાઓ, તપાસ અને અન્‍ય તબીબી સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્‍ક આપવામાં આવે છે તેની જાણકારી સૌને આપવામાં આવી હતી.

આ સાથે જ હોસ્‍પિટલમાં ભવિષ્‍યમાં શું નવી સુવિધાઓ ઉભી કરવી ? તે અંગે ઉપસ્‍થિત સૌના મંતવ્‍યો અને સૂચનો લેવામાં આવ્‍યા હતા. આ વિસ્‍તારના લોકોને વધુમાં વધુ આરોગ્‍યલક્ષી લાભ કેવી રીતે મળી શકે ? તે અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકના અંતે વિસ્‍તારના લોકોને વધુ સારી રીતે સેવા આપવા માટે ૧૫૦ આગેવાનો ની કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી હોસ્‍પિટલ અને સમાજ વચ્‍ચે સેતુ બનીને કામ કરશે અને હોસ્‍પિટલના વિકાસમાં સહયોગ આપશે.

પૂ.મુક્‍તાનંદબાપુએ જણાવ્‍યું કે માનવ સેવા એ જ પ્રભુસેવા ના સિદ્ધાંત સાથે હોસ્‍પિટલ સતત પ્રગતિ કરશે અને વધુ અને આધુનિક આરોગ્‍ય સેવા લોકો સુધી પહોંચાડશે , બેઠકમાં મોટી સંખ્‍યામાં  સરપંચો તેમજ સામાજિક આગેવાનો અને સેવાભાવી લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીરઃમુકેશ વાધેલા-જુનાગઢ)                                      

(10:29 AM IST)